લાખણી ના કુડા ગામ ની ગૌશાળામાં ગૌમાતા માટે મહામૃત્યુંજય મંત્ર અનુષ્ઠાન કરાયું

ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતા નું વિશેષ મહત્વ રહેલ છે. 33 કરોડ દેવતા નો વાસ રહેલો છે ગૌમાતા પુજનીય અને ઉપયોગી છે તથા પુજનીય છે ગૌમાતા ઉપર આવેલી લંપી નામનો વાયરસ ત્રાટક્યો છે જેના કારણે ઠેરઠેર ગૌમાતા મોતનાં મુખમાં ધકેલાઈ રહી છે દરેક ધર્મપ્રેમી લોકો ગાયોને બચાવવા માટે મેદાનમાં આવ્યાં છે પણ કુદરત રૂઠે ત્યારે માનવીની શું ઓકાત એ પણ એ પણ નક્કર અને સત્ય જ છે ત્યારે હવે માણસ ભગવાન ગાયોને બચાવે એવી આશા સાથે ઠરે ઠરે ભગવાન ને પ્રાર્થના અનુષ્ઠાન તથા જપ તથા મહાદેવ નો યજ્ઞ (હવન) વગેરે કરવામાં આવ્યો હતો લાખણી તાલુકાના ના કુડા ગામમાં જોગમાયા ગૌશાળા માં બજરંગ સેનાના નેજા હેઠળ મહામૃત્યુંજય મંત્ર બોલી 1008 આહુતિ આપવામાં આવી હતી તથા દરેક ભુદેવો દ્વારા અનુષ્ઠાન મહામૃત્યુંજય મંત્ર અનુષ્ઠાન કરવામાં આવ્યાં પંચાક્ષર મંત્ર ધુન બોલાવામાં આવી હતી ભગવાન ભોળાનાથ ને પ્રાથના કરવામાં આવી હતી કે દેવાધિદેવ મહાદેવ તમે હવે ગૌમાતા ની રક્ષા કરો અને આ લમપી નામનો વાયરસ ગૌમાતા માંથી દુર થાય એવી વિનંતી કરી હતી આ પ્રસંગે બજરંગ સેનાના પ્રદેશ નાં મહાસચિવ શાસ્ત્રી સંજયભાઈ ભમરલાલજી દવે (કુડા) તથા સેનાના જિલ્લા અધ્યક્ષ શાસ્ત્રી ઈન્દ્રભાઈ.લુણીશંકરજી દવે (ભુરિયા) તથા ધર્મ ની રક્ષા કરવા વાળાં શાસ્ત્રી કિશોરભાઈ શાંતિલાલ દવે (લિંબાઉ) તથા સદસ્ય ધર્મ રક્ષા બજરંગ સેનાના શાસ્ત્રી પ્રભુભાઈ દિનેશકુમાર જી (વડગામડા) તથા દવે ગૌતમભાઇ સતીષ કુમાર જી (કુડા) તથા દવે ધ્રુવભાઈ રાજેશકુમાર જી (કુડા) તથા ગ્રામજનો- ઝાલા નરપતસિહજી દેવુસિંહબાપુજી તથા પટેલ ધુખાભાઈ મગનાજી હજાર રહ્યા હતા