ધોધમાર વરસાદે બનાસકાંઠાને ધમરોળ્યું: થરાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, મામલતદાર ઓફિસની 6 સોલાર પેનલ તૂટી, દાંતાની કીડી-મકોડી નદી વહેતી થઇ
બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. એને લઇને ગુરુવાર રાતથી બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના પાલનપુર, ડીસા, થરાદ, વાવ, દિયોદર અને સુઇગામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. એને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.