બિપરજોય વાવાઝોડાના પગલે મુડેઠા ગ્રામીણ વિસ્તારમાં વરસાદ થતાં ખેડૂતો ચિંતિત....
Sponsored
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બિપરજોય વાવાઝોડાને લઈ સમગ્ર ગુજરાતના વાતાવરણ પર અસર થઈ છે. છેલ્લા બે દિવસથી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. ત્યારબાદ આજે વહેલી સવારથી પણ વાદળછાયું વાતાવરણ અને ભારે ઉકળાટ રહ્યો હતો. ત્યારબાદ બપોરના સમયે ભારે પવન સાથે વરસાદી ઝાપટુ ખાબક્યું હતું. અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ જતા લોકોના જનજીવન પર પણ અસર થઈ હતી. ત્યારે ડીસા તાલુકાના મુડેઠા સહિત ગ્રામીણ વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાની અસરને પગલે ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું .....