સાંસદ યોગ સ્પર્ધા-૨૦૨૩ દાહોદ જિલ્લો
બાળકોને યોગ પ્રત્યે જાગૃત કરવા ગુજરાતમાં સૌપ્રથમવાર સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને કરાયું ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )
એક પૃથ્વી એક સ્વાસ્થ્ય"ના નારા સાથે"વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ"અને"હર* *ઘરના આંગણે યોગ"ની થીમ આધારિત સૌકોઈ યોગમય બનીએ
મંત્રીશ્રી બચુભાઈ ખાબડ
સાંસદ યોગ સ્પર્ધામાં અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા
દાહોદ:-શનિવાર-દેવગઢબારિયા સ્વ.જયદીપસિંહજી રમત ગમત સંકુલ ખાતે સાંસદ યોગ સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રસંગે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે વિશ્વના ખૂણે-ખૂણે આજે યોગ અને યોગાભ્યાસ લોકપ્રિય બની વાયુવેગે પ્રચલિત થઇ રહ્યો છે, અને સમગ્ર વિશ્વને આ યોગની ભેટ આપણા ભારત દેશે આપી છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાનો અમૂલ્ય ભાગ છે.
ભારતીય યોગ પ્રણાલી અને તેના લાભ અંગે વૈશ્વિક સ્તરે લોક જાગૃતતા લાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી, અને ઉત્તરી ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ ૨૧મી જૂન હોવાથી આ દિવસને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવા માટે સૂચન કર્યું હતું.
પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે યોગને પ્રોત્સાહન આપી ગામો-ગામ સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૯માં દેશના સૌપ્રથમ યોગ બોર્ડની સ્થાપના કરી હતી. આગામી ૨૧મી જૂનના રોજ ગુજરાતમાં સુરત ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થશે. પરંતુ આ ઉજવણીના છ મહિના અગાઉથી જ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને પ્રોત્સાહિત કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી સમગ્ર રાજ્યના માહોલને યોગમય બનાવવામાં આવ્યો છે.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાજ્યના ૭૫ આઇકોનિક સ્થળો ૨૧ જૂન ૨૦૨૩ ના રોજ આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જન ભાગીદારી સાથે ઉજવવાનું સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવેલ છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે "એક પૃથ્વી એક સ્વાસ્થ્ય"ના નારા સાથે"વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ"અને"હર ઘરના આંગણે યોગ"ની થીમ સાથે ઇવેન્ટનું આયોજન કરાયું હતું, યોગાભ્યાસ પ્રત્યેક નાગરિકો જાગૃત રહે અને યોગ કરતા થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાતમાં પ્રથમવાર સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરાયું છે.
શાબ્દિક પ્રવચન પ્રાંત અધિકારીશ્રીએ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા,ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, પૂર્વ ધારાસભ્ય શ્રી તુષારસિંહ મહારાઉલ બાબા,આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી અશ્વિનભાઈ,મામલતદારશ્રી,રમત વિકાસ અધિકારીશ્રી સહિત વિધાર્થીઓ યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.