આગામી જગન્નાથ રથયાત્રા અનુસંધાને લીમડી પોલીસ સ્ટેશન  ખાતે ડી.વાય.એસ.પી. શ્રી ડી.આર.પટેલ સાહેબનાઓની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ લેવામાં આવેલ. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )

જેમાં લીમડી વિસ્તારના હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, આયોજકો, વેપારીઓ મિટિંગમાં હાજર રહેલ. 

તમામને રથયાત્રાનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે સહકાર આપવા સૂચન કરવામાં આવ્યું. તહેવાર શાંતિપૂર્ણ યોજાય તે સારું પોલીસને સંપૂર્ણ સાથ સહકાર આપવા તમામે ખાત્રી આપેલ હતી.