બનાસકાંઠા ના લાખણી આગથળા વચ્ચે જીવલેણ અકસ્માત ની ઘટના સામે આવી છે, કાર બેકાબૂ બનતા ડીવાઈડર કૂદી રસ્તાની સામેથી આવી રહેલી એસટી બસ સાથે અથડાતા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું..

લાખણી આગથળા રોડ પર થી પસાર થતી એક કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર કૂદી સામેથી આવતી એસટી બસ સાથે અથડાઈ હતી, જેમાં કાર ચાલક નું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું..

કાર ચાલક લાખણી ના ગાણડી ગામનો હોવાનું જાણવા મળ્યું છે, પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..