સુરેન્દ્રનગર જિલ્લામાં હડકાયા કૂતરાનો આંતક સતત વધતો જઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળચંદ રોડ ઉપર આવેલી બજરંગ 3 સોસાયટીમાં હડકાયે કૂતરાનો આંતક સામે આવ્યો છે હડકાયા કૂતરાએ એક સાથે ત્રણ નાના બાળકોને બચકા ભર્યા છે ત્યારે આ બાળકોને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે હડકાયા કુતરાના આંતક ને લઇ અને સ્થાનિક લોકોમાં રોશ ફેલાયો છે.ત્યારે સુરેન્દ્રનગર શહેરના મૂળચંદ રોડ ઉપર આવેલી બજરંગ 3 સોસાયટીમાં મોડી સાંજે અચાનક હડકાયા કુતરા આવી ચડી અને શેરીમાં રમી રહેલા બાળકોને બચકા ભર્યા છે ત્યારે બાળકોને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે ત્રણ બાળકોને બચકા ભર્યા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ગાંધી હોસ્પિટલ ની ડોક્ટરી ટીમ દ્વારા આ ત્રણે બાળકોના તાત્કાલિક પણે ઈલાજ શરૂ કરવામાં આવ્યો છે.અને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ભોગ બનેલા બાળકોને રસી આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવ્યું છે કે એક સાથે શેરીમાં રમત રમી રહેલા ત્રણ બાળકોને હડકાયા કૂતરા દ્વારા બચકા ભરવામાં આવતા સ્થાનિક લોકોએ આ મામલે તંત્રને પણ જાણ કરી છે અને આવા હડકાયા કુતરાઓ ને પાંજરે પુરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં આ તમામ ઇજા ગ્રસ્ત બાળકોને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.