સાવરકુંડલાથી જેસર રોડ પર ઝીંઝુડા ગામની નજીક રોડ પર પડેલ વૃક્ષને તત્કાલ હટાવવામાં આવ્યું
સાવરકુંડલાથી મહુવા રોડ પર વીજપડી ગામ નજીક રસ્તા પર પડેલ વૃક્ષને હટાવીને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા
ભારે પવનથી રોડ-રસ્તા પર પડેલા વૃક્ષોને હટાવવા માટે અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રની ઝડપી કામગીરી
અમરેલી તા. ૧૬ જૂન, ૨૦૨૩ (શુક્રવાર) બિપરજોય વાવાઝોડાની સામે બાથ ભીડવા રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. વાવાઝોડા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે કેટલીક જગ્યાઓ પરના માર્ગો પર મોટા વૃક્ષો પડી ગયા હતા. પડી ગયેલા આ વૃક્ષોને તત્કાલ હટાવવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાવરકુંડલાથી જેસર રોડ પર ઝીંઝુડા ગામની નજીક રોડ પર પડી ગયું હતું તેવા વૃક્ષને તત્કાલ હટાવવામાં આવ્યું છે. સાવરકુંડલાથી મહુવા રોડ પર વીજપડી ગામ નજીક રસ્તા પર પડેલા વૃક્ષને પણ હટાવીને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા તમામ પ્રકારની કામગીરી ખૂબ ઝડપથી કરવામાં આવી રહી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના રીયલ હીરોઝ સતત શ્રેષ્ઠ રીતે અને ઉમદા કામગીરી કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સતત દિવસ રાત જોયા વિના સતત કામગીરી કરવામાં આવી રહી છે.
દિલીપ વાઘેલા સાવરકુંડલા