વકીલો ઉપર અવારનવાર હિંસા તેમજ હુમલાઓની ઘટનાને ધ્યાને લઈને કાલોલ બાર એસોસિએશન દ્વારા પ્રમુખ આર બી પરમાર ,ઉપપ્રમુખ હિરલ ગોહિલ ,સેક્રેટરી કાંતિભાઈ સોલંકી, ટ્રેઝરર રીંકેશભાઈ શેઠ તેમજ વકીલ મંડળના સભ્યો પૂનમભાઈ સોલંકી,સોમાભાઈ વણકર,કિરીટભાઈ પટેલ વિજયભાઈ પરમાર અને તમામ વકીલો દ્વારા મંગળવારે કાલોલના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. તાજેતરમાં વકીલો ઉપર હુમલાની ઘટના વધી રહી છે ન્યાયની પ્રક્રિયામાં સત્યની લડાઈમાં વકીલો અગ્રેસર રહેતા હોય છે. ગુજરાતમાં 1,50,000 જેટલા વકીલો પ્રેક્ટિસ કરે છે . જો વકીલો તેમજ તેઓના પરિવારની સલામતી કાયદા દ્વારા સુરક્ષિત ન હોય તો તેઓ સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકશે નહીં વકીલો સમાજના હિત માટે સત્યપૂર્વક કાયદાની પ્રક્રિયા દ્વારા ન્યાયિક અદાલતમાં નિર્ભય બનીને કાર્ય કરી શકે તે માટે વકીલ સુરક્ષા અધિનિયમ ની જરૂરિયાત છે. જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં બેથી ત્રણ વકીલોનું ખૂન થયું છે અમરેલી જિલ્લામાં વકીલના માતાનું ખૂન થયું છે તેમજ કોર્ટે પ્રીમાઇસિસ માં વકીલને ધમકી આપવામાં આવી છે ભાવનગર જિલ્લામાં તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વકીલો પર હુમલા થયા છે તેમજ તેઓ વિરુદ્ધ ખોટી ફરિયાદો દાખલ થઈ છે. અમરેલી જિલ્લામાં વકીલાત કરતા પિતા પુત્રી ઉપર પણ ખોટી ફરિયાદ દાખલ થઈ છે. જેથી વકીલોને સલામતી અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા તેમની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારના દુર્વ્યવહાર સામે સુરક્ષા પૂરી પાડવા, વકીલો તેમજ તેમના કુટુંબીઓ પર હુમલા કરનાર સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત વિધાનસભામાં વકીલ સુરક્ષા અધિનિયમનો કાયદો પસાર કરવા માટે મુખ્યમંત્રી, કાયદા મંત્રી ને મોકલી આપવા કાલોલ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સહિત કાલોલના ધારાસભ્ય અને પંચમહાલના સાંસદને આવેદનપત્ર ની નકલ મોકલી આપી હતી.