સાવર કુંડલા તાલુકાના હાથસણી ગામે ડુંગરા પર આવેલ માનવમંદિરમા પાંચેક વર્ષ પહેલાં ઘરથી ત્યજાયેલી અને પોતીકાએ જ ત્યજી દીધેલી કોઈ નામ નહીં કોઈ ઠેકાણું નહીં જેને આજના યુગની ચાલતી હવા /રૂખ ની લકિરે પણ જાણ નહીં અભ્યાગત,આજના નરરાક્ષશોથી પિંખાયેલી અને સાવરકુંડલા ખાતે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ અધિકારીએ મિતિયાળાના જંગલમાંથી મળી આવેલી ૨૬ વર્ષીય દીકરી બહેનને માનવ મંદિર ખાતે આશરો આપવામા આવ્યો.
માનવ મંદિરના મહંત શ્રી ભક્તિરામ બાપુએ આ દિકરીને આજથી ત્રણેક વર્ષ પહેલાં માનવ મંદિરમાં રોટી /કપડાં /ઓર /મકાનની જરૂરિયાત પુરી કરેલ અને આ દીકરી માનવ મંદિરમા ત્રણ વર્ષથી આશરો લઈ રહેલી આ દીકરીનુ કોઈ નામ નહીં એ જે બોલે તે કોઈ સમજે નહીં એવી માનવ મન્દિરનુ હુલામણું અને ખુબજ પ્રિય એવુ નામ" અનામી"તેની તબિયત લથડતાં સાવરકુંડલા નિશુલ્ક હોસ્પીટલ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર મા દાખલ કરેલ છે.
પૂ. ભક્તિરામબાપુ ખબરઅંતર પુછી રહ્યાં છે તેમજ માનવમંદિર પરિવાર ઈલાબેન કુપાવત ખડેપગે સેવા આપી રહ્યાં છે.
વિશેષ વાત જો કરવામાં આવેતો સાવરકુંડલાના ઘરેણાં સમાન-સાવર કુંડલા વિસ્તારની જનતા જનાર્દનની પીડા, દુઃખ -દર્દ હરનારી હોસ્પિટલ જે " વિદ્યાગુરૂ ફાઉન્ડેશન ટ્રસ્ટ "દ્વારા ચલાવવામા આવતી શેઠ લલ્લુભાઈ આરોગ્ય મંદિર અને સાવર કુંડલાની જનતામા ખાદી કાર્યાલય હોસ્પીટલ નામે ફેમસ અને જગ જાહેર થયેલી હોસ્પિટલના સિક્યુરિટીથી માંડીને એડમીન સુધીના સ્ટાફ વિશે એકજ અક્ષરમાં જેનું વર્ણન કરીયે તો અહીંયા દાખલ થયેલ અમીરો ગરીબમાના કોઈપણ દર્દી નાનાથી માંડી મોટા ઓપરેશનહોય સામાન્ય દુખાવા તાવ આંખ માથું દુખવાની ફરિયાદ કેમ ન હોય?અહીંના હોસ્પિટલ ના દરેક સ્ટાફ અહીંયા આવેલા દર્દીઓ ને દર્દીનારાયણ દેવ ના નામથી અને દર્દી દેવો ભવ ::ની નજરે જુવે છે.
અહીંના ડોકટર્સ સ્ટાફ નર્સીંગ સ્ટાફ પણ અહીંયા આવેલા નાનાં મોટાં દરેક ગજાના દર્દીઓને ભગવાનના રૂપે જુવેછે. અને સારવાર પણ પોતાના હિતું મિત્ર સગા વ્હાલા સ્નેહીજનો તરીકે આપી વહેલી તકે સાજા નરવા થઈ પોતાના ઘરે પરિવાર સાથે નિરોગી અને લાબું આયુષ્ય ભોગવે તેમ તેઓના હિતમાં આપવામાં આવે છે.
હોસ્પિટલનો રોટલો પણ મોટો છે જમવાના સમયે હરિહર નો સાદ પડેછે. દર્દીનારાયણ અને તેમના સગાઓ જમવા પધારો.
નાણાંકીય વ્યવહારમા અહીંયા કેસબારીમા કેસ કાઢવાના કૅ તપાસફી લેબોરેટરી ફી ઓપરેશન ફી મેડિકલ સ્ટોરમાં દવાના કોઈપણ જાતનો પાઇ પૈસો લેવામાં આવતો નથી.
ડોક્ટર્સ અહીંયા અમેરિકા થી રશ્મિબા જાડેજા સાહેબ આ હોસ્પીટલ ખાતે દર વર્ષે ૧૫ દિવસ માટે બિલકુલ ફ્રીમાં સેવા આપવા માટે પોતાના ઘરના ખર્ચે આવે છે હોસ્પીટલનો કોઈપણ પગાર લેતા નથી અને આ હોસ્પીટલ ના એક શ્રેષ્ઠ દાતાઓમાના એક દાતા રશ્મિબા જાડેજા પણ છે. તેઓ આ હોસ્પિટલમા દાન પણ આપેછે
અહીંના એડમીન કમ ડોક્ટર્સ સાહેબ પ્રકાશ કટારીયા પોતાની ફરજ પાંચ વાગ્યે પુરી થતી હોવા છતાં રાત્રીના દસ /અગિયાર વાગ્યાં સુધી હોસ્પિટલ ખાતે હાજર રહી ને પોતાની સેવા આપી રહ્યા છે, અને દરેક સ્ટાફની સાથે હળીમળી સારા સબન્ધો કેળવી પોતાની કર્મચારીઓ પાસેથી કેમ કામ લેવું એવી આવડતથી સુંદર અને ફાકડું મેનેજમેન્ટ કરી રહ્યા છે.
અહીંયા આ હોસ્પિટલ મા સ્વચ્છતા બાબતે કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી અહીંની ચોખ્ખાય પણ ઉડીને આંખે વળગે એવી છે. અહીંયા આવતા વ્યક્તિઓ દાતાઓ લાભાર્થીઓ અહીંની ચણક ચણક છીંકુ આવતી ચોખ્ખાય જોઈ ને મનમાં ને મનમાં બોલી ઉઠે છે કેવી સ્વર્ગજેવી ચોખ્ખાય છે અહીંયા
આ ખાદીકાર્યાલય હોસ્પિટલ ને ચલાવવા માટેનો મન્થલી ખર્ચ ૭૫/-લાખ જેટલો થઇ રહ્યો હોય. જે ખર્ચો દાતાઓ દ્વારા ઉઠાવવામા આવી રહ્યો છે. અહીંયા દાનવીર ભામાશા ઓના પ્રતાપે દાનની સરવાણી વહે છે.
માનવ મંદિરના મહંતબાપુ ભક્તિરામબાપુ ના કહેવા મુજબ કોઈ પણ જનતા જનાર્દન ના દિલમાં પ્રભુ પ્રતાપેથી દાન કરવાની ઈચ્છા વિચાર સ્ફૂરેતો આ સાવરકુંડલાની લલ્લુભાઇ શેઠ હોસ્પિટલની સેવા પ્રવૃત્તિની મુલાકાત અવશ્ય લેશો આ સેવાકીય પ્રવૃતિઓ અને કાર્યરીતિઓ અને દર્દી નારાયણોની મુલાકાત કરતા ખરેખર દાન કરવાનુ આપના અંતરાત્મા
ને પૂછી ફૂલ નહીતો ફૂલની પાંખડી રૂપી આપની ઈચ્છા શક્તિ મુજબ દાન આ હોસ્પિટલને અવશ્ય આપશો આપના ઉપર ભગવાનનો ખુબજ રાજીપો ઉતરશે.અને ઈશ્વર ની કૃપા દ્રષ્ટિ વરસછે.
આવીજ આજ પ્રણાલીને વરેલી આજ પ્રકારના રૂલ્સ અને રેગ્યુલેશન ને વરેલી તદ્દન નિઃશુલ્ક હોસ્પિટલ રાજુલા ખાતે વય નાંની અક્કલ મોટી એવા કર્મઠ અને કાર્યદક્ષ કંઈક કરી છૂટવાની જેના દિલમાં ભારોભાર ભાવના ભરેલી છે એવા યુવાન એવા માજી ધારાસભ્ય અંબરીશભાઈ ડેરના સુંદર અને પ્રજાનુ જેમાં ભારોભાર હિત સમાયેલું છે એવા સફળ પ્રયત્નોથી વિશાળ હોસ્પિટલ આકાર લઇ રહ્યું છે અને આ હોસ્પિટલ નુ કામ પણ પુર્ણ થવાના આરેછે અને કામ પુર્ણ થયે ટૂંક સમયમાંજ આ રાજુલા ખાતેની નિઃશુલ્ક હોસ્પિટલ દર્દી નારાયણ દેવો માટે ખુલ્લી મુકવામાં આવનારછે
આ હોસ્પિટલ ખુબજ ટૂંક સમયમાં કાર્યરત થાય એના માટે બાંધકામ પણ પૂરઝડપે ચાલી રહ્યું છે.
આ વિસ્તારમાં કાંઠાળ વિસ્તારમાં વાવાજોડાનો ખોફ જનતાને આજે પંદરેક દિવસથી સતાવતો હતો પણ પવનદેવ આવી સેવાકીય પ્રવૃતિઓ કરતી કાંઠાળ વિસ્તારમાં આવેલી હોસ્પિટલો ની સેવાકીય પ્રવૃતિઓ જોઈ ને અહીંયા આવતા ભોંઠા પડ્યા હોય શરમાયાં હોય એમ આ વિસ્તારની મુલાકાત લીધા વગર આકાશ પરિભ્રમણ કરવા જતા રહ્યા હોય એવુ લાગી રહ્યું છે.
આવી સેવાકીય પ્રવૃતિઓ જ્યાં નિરંતર ચાલી રહીછે. અન્નક્ષેત્રો, સદાવ્રતો અને ભોળાદિલના ગીરના નેહડાઓમાં ગામડાઓમાં ડુંગરોમા જંગલોમા દરયાના ટાપુઓ મા ગિરી કન્દ્રામા વસવાટ કરનાર અને આશરાનો ધર્મ જેના હાડે હાડમાં વ્યાપી રહ્યો છે અને મહેમાનગતી, પરોણાગત, રીતભાત રૂપી ગળથૂંથી જન્મતા વેંત સિંચવામા આવી છે સૌરાષ્ટ્ર ની ભૂમિ કાઠિયાવાડના હીર, ચીર, તેજ, અંબાર ને આંબતા ભગવાનને મહેમાન ગતિ માણવા કહેતો દુહામાં ભગવાન ને સ્વર્ગ ભુલાવવાંની વાત કહેતા આમન્ત્રણ આપવામાં આવેછે
કાઠિયાવાડમા કોક દિ ભૂલો પડને ભગવાન//મારો મોંઘરો તું થા મહેમાન // તને સ્વર્ગ ભૂલાવું શામળા //
રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.