ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના માણસો મહુવા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.કો. ભદ્રેશભાઇ પંડયા તથા તરૂણભાઇ નાદવાને બાતમીરાહે હકિકત મળેલ કે, હીરેનભાઇ મહેશભાઇ મહેતા રહે.મોરારી બાપુના બંગલાની સામે,મહુવાવાળો મહુવા શરાફ બજાર,કન્યાશાળાની સામે રોડ ઉપર જાહેરમાં ઉભા રડીને તેના મોબાઇલ ફોનમાં ઓનલાઇન એપ્લીકેશન ડાઉનલોડ કરી હાલમાં ચાલતી તમીલનાડુ પ્રીમીયર લીગ મદુરાઇ તથા એન આર.કે વચ્ચે રમાતી ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ મેચનાં સોદા કરી હારજીતનો જુગાર રમે છે.

જે માહિતી આધારે રેઇડ કરતાં ડીરેનભાઇ મહેશભાઇ મહેતા ઉ.વ.૩૯ ધંધો-વેપાર રહે.મોરારી બાપુના બંગલાની સામે,મહુવા ૨. કૃણાલભાઇ સુરેશભાઇ મહેતા રહે.મહુવા જી.ભાવનગર કબ્જે કરેલ મુદ્દામાલ-1. ઓપો કંપનીનો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫,૦૦૦/-.2. ભારતીય દરની ૩,૫૦૦ × ૪૦ કુલ રૂ.૨૦૦૦૦/- ની ચલણી નોટો મળી કુલ કિ.રૂ.૨૫,૦૦૦/- નો ઈસમ ક્રિકેટ મેચ ઉપર હારજીતનો સટ્ટો રમતા પકડાય એલસીબીએ પકડી પડ્યા હતા.તેઓ વિરૂધ્ધ મહુવા પો.સ્ટે માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.