એલ.સી.બી.એ વરલી મટકાનો જુગારી ઝડપ્યો

ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો મહુવા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન મહુવા, શરાફ બજાર મુતરડીની બાજુમાં વરલી મટકાના આંકડા લખી હારજીતનો જુગાર રમાતો હોવાની પો.કો. ભદ્રેશભાઇ પંચા તથા તરૂણભાઇ નાંદવાને મળેલ માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં ઉસ્માનભાઇ હસનભાઇ કનોજીયા ઉ.વ.૪૯ ધંઘો મજુરી રહે. વિજયનગર સોસાયટી,તરેડ તા.મહુવા જી.ભાવનગર 2. અશોકભાઇ કાબાભાઇ સાંખટ રહે.શાસ્ત્રી વસાહત,જનતા પ્લોટ, મહુવા ઈસમ વરલી મટકાના આંકડાનો હારજીતનો જુગાર રમતા પકડાય ગયેલ.રલી મટકાના આંકડા લખેલ સાહીત્ય તથા રોકડા રૂ.૧૧,૪૦૦/- નો મુદ્દામાલ માં ઝડપી હતો તેઓ વિરૂધ્ધ મહુવા પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.