સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે વાડી વિસ્તારમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કંકાવટી ગામના યુવાનને પેટના ભાગે છરી વડે હુમલો કરતા મોત નિપજ્યું હતુ. ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમા ખાતે ડેડબોડીને પી.એમ માટે ખસેડવામાં આવી હતી.હાલ મળતી માહિતી મુજબ મર્ડર થવાનું કારણ જૂની અંગત અદાવતના કારણે થયું હોવાનું જાણવાં મળ્યું છે. જેમાં ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સોલડી ગામે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મરણ જનાર યુવાન 20 વર્ષનો મેહુલ ધીરુભાઈ ઠાકોર હોવાનું સામે આવ્યું છે.બીજી બાજુ આ ઘટનાના પગલે સમાજના આગેવાનો તાકીદે હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યારે આ ઘાતકી હત્યાની ઘટના અંગે ધ્રાંગધ્રા પોલીસે હજી સુધી એફઆઇઆર ન નોંધાતા પોસ્ટ મોર્ટમ થઇ જવા છતાં પરિવારજનોએ લાશનો કબ્જો સ્વિકાર્યો નથી. આ ગોઝારા બનાવના પગલે ધ્રાંગધ્રા તાલુકાના ઠાકોર સમાજના છત્રસિંહ ગુંજારીયા સહિતના આગેવાનો પણ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं