આજરોજ ડીસાતાલુકાના નવા નેસડા ગામમાં આવેલી નવા નેસડા પરા પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી 

ડીસા તાલુકાના નવા નેસડા પરા પ્રાથમિક શાળા માં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં જે બાળકોએ પાંચ વર્ષ પૂર્ણ કરે છે તેમ તેમને નવી શિક્ષણનીતિ અંતર્ગત બાલવાટિકામાં 16 બાળકો અને છ વર્ષ પૂર્ણ કરનાર 10બાળકો 26 બાળકોનું શાળામાં નામાંકન કરવામાં આવ્યું . વિદ્યાર્થીઓને સ્કૂલ દફ્તર સ્લેટ તેમજ અન્ય શૈક્ષણિક સામગ્રી મુખ્ય શિક્ષક પરમાર ધીરજભાઈ ઉમાભાઈ દ્વારા બાળકોને સંપૂર્ણ કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. તે બદલ શાળાના સ્ટાફ તેમજ ગામ લોકોએ અભિનંદન પાઠવ્યા. કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કે.જી.બી.વી. નવા નેસડાના કાર્યક્રમ દરમિયાન નવા નેસડા ગામમાં ચાલતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અંતર્ગત પટેલ રમીલાબેન હેડ ટીચર દ્વારા કન્યાઓને વિના મૂલ્ય શિક્ષણ મળી રહે તે વિશે ગ્રામજનો ને માહિતગાર કરવામાં આવ્યા અને કન્યાઓ વધુમાં વધુ ભણી એમનું ભવિષ્ય ઉજ્વળ બને કન્યાઓની પ્રગતિ થાય તે માટે હોસ્ટેલમાં મળતી બધી જ સુવિધાઓ વિનામૂલ્ય છે હોસ્ટેલ એક સરકારી સંસ્થા છે તેવી બધી માહિતી આપી અને હોસ્ટેલમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ભૂતકાળમાં ભણી ગયેલી કન્યાઓ અને તેમને પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અંગે ગામના લોકોને માહિતગાર કર્યા ગત આ વર્ષ લેવાયેલ ધોરણ 10 ની પરિણામ માં પણ દીકરીઓ એ સારું એવું રીઝલ્ટ પ્રાપ્ત કર્યું આમ વિવિધ બાબતો વિશે માહિતગાર કરવામાં આવ્યા. આમ સરલ અને સ્પટ વાણી માં રમીલાબેન પટેલ એ રજૂઆત કરવાનો મોકો મળ્યો આમ શાળા ના શિક્ષકો તેમજ આચાર્ય શ્રી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા