બિપરજોય" વાવાઝોડા સમયે ઇમરજન્સી કોમ્યુનિકેશન જાળવવા માટે બનાસકાંઠા જિલ્લામાં વાયરલેસ સેટની વ્યવસ્થા ગોઠવાઇ

********

          દરિયાકાંઠાના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાત પર હાલ "બિપરજોય" વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. આ વાવાઝોડું કચ્છ તરફ ફંટાવવાની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ તેની અસર જોવા મળશે. જેને લીધે જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા છે. વાવાઝોડું અને ભારે વરસાદની સ્થિતિ સર્જાય તેવા સંજોગોમાં ઇમરજન્સી ઇન્ટરનલ કોમ્યુનિકેશન જળવાઇ રહે તે માટે જિલ્લાના તમામ ૭ પ્રાંત અધિકારીઓના વિસ્તારમાં મામલતદાર કચેરી ખાતે વાયરલેસ સેટની વ્યવસ્થા ગોઠવવામા આવી છે.

           બનાસકાંઠા જિલ્લામાં આવેલા સૂઇગામ, થરાદ, ધાનેરા, પાલનપુર, ડીસા, દાંતા અને દિયોદર પ્રાંત વિસ્તારમાં વાવાઝોડા દરમિયાન કોમ્યુનિકેશન જાળવવા માટે વાયરલેસ સેટ ગોઠવવામાં આવ્યા છે.