સમગ્ર ગુજરાત પર હાલમાં "બિપોર જોય" વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. આ વાવાઝોડું કચ્છ તરફ ફંટાવવાની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ તેની અસર જોવા મળશે. જેને લીધે તા. 14 જૂન થી 20 જૂન સુધી જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિ ઉભી થવાની શકયતા છે. જિલ્લામાં આપાતકાલીન પરિસ્થિતિમાં જરૂરી મદદ પહોંચી શકે એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિઃશુલ્ક નંબર 1077 ની સાથે જિલ્લામાં મુખ્ય કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. જેના ટેલિફોન નંબરની યાદી અને તમામ તાલુકાઓમાં શરૂ કરાયેલા કન્ટ્રોલરૂમની યાદી જાહેર કરવામાં આવી છે. જેના પર વાવાઝોડાની પરિસ્થિતિમાં જરૂરી મદદ અને સહાય મેળવી શકાશે.
જિલ્લાનો કંટ્રોલરૂમ - 02742-250627 અને
02742-251627 છે.
તાલુકાના કંટ્રોલરૂમના નંબરોની વિગત આ મુજબ છે.
પાલનપુર - 02742-257261, વડગામ - 02739-262021, દાંતા - 02749-278134, અમીરગઢ - 02742-232176, ડીસા - 02744-222250, કાંકરેજ -
02747-233721, થરાદ - 02737-223675, વાવ -02740-227022, ધાનેરા - 02748-222024, દાંતીવાડા - 02748-278081, દિયોદર - 02735-244626,
લાખણી - 02744-256 111, સુઈગામ - 02740-223642, ભાભર - 02735-222677 પર જરૂર જણાય તો ફોન કરવા જિલ્લાવાસીઓને જણાવવામાં આવે છે.