બિપરજોયની દહેસત: વાવાઝોડાને લઇ બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને તકેદારી રાખવા સૂચના આપી...

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા 15/06/2023 દરમિયાન બિપરજોય વાવાઝોડાની શક્યતા રહેલી હોઈ પવન સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. જે ધ્યાને લઇ હવામાન વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને કાળજી રાખવાનું જણાવામાં આવ્યુ છે.