પાટડી પંથકમાં વાવાઝોડાની આફતને પહોંચી વળવા સરકારી તંત્રની સાથે RSSના સ્વયંસેવકો ખડેપગે તૈયાર છે. જ્યારે ખારાઘોડામાં ગ્રામ પંચાયત દ્વારા ઢોલ વગાડી ગ્રામજનોને વાવાઝોડાના પગલે સચેત રહેવા જણાવવામાં આવ્યું છે. જ્યારે મોડી સાંજે બિપરજોય વાવાઝોડાના પગલે માલવણ સહિતના ગામોમાં જોરદાર પવનના સૂસવાટા વચ્ચે વરસાદ ખાબક્યો હતો.પાટડી પંથકમાં બિપરજોય વાવાઝોડાની દહેશતના પગલે પ્રાંત કલેક્ટર ભાવનાબા ઝાલા અને મામલતદાર મોઢવાડીયા દ્વારા આખુ રણ ખાલી કરાવવાની સાથે પાટડી નગર અને હાઇવે પરના તમામ હોડીંગ્સ ઉતારી લેવડાવવામાં આવ્યા છે. સાથે સરકારી તંત્ર દ્વારા વાવાઝોડાના પગલે રસ્તામાં વૃક્ષો ધરાશાયી થાય તો સ્ટેટ અને માર્ગ મકાન વિભાગ, લાઇટો માટે પીજીવીસીએલ વિભાગ, વનવિભાગ સહિત તમામ વિભાગો સાથે મેરોથોન મીટીંગ યોજી તમામ ગામોના તલાટી કમ મંત્રીને જે તે ગામોમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.જ્યારે ઝીંઝુવાડા રણમાં વાછડાદાદા મંદિર, ઝીંઝુવાડામાં રાજેશ્વરી મંદિર, પીપળીમાં રામદેવપીર મંદિર અને પાટડીમાં આબુરાજ અન્નક્ષેત્ર ખાતે આફતને પહોંચી વળવા રહેવા, જમવા સહિત ફુડ પેકેટ્સની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સાથે પાટડી પંથકમાં વાવાઝોડાની આફતને પહોંચી વળવા સરકારી તંત્રની સાથે RSSના સ્વયંસેવકો ખડેપગે તૈયાર છે. જેમાં જિલ્લા લેવલે આરએસએસના દેવેન્દ્રભાઇ પાવરા અને તાલુકા લેવલે સુરેશભાઇ હદાણી અને વિમલભાઇ દરજી દ્વારા ગામેગામ સ્વયંસેવકોની ટીમ આફતને પહોંચી વળવા ખડેપગે તૈયાર રાખવામાં આવી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं