બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે તારીખ 14 થી 16 સુધીમાં ટકરાઈ શકે છે. જેના કારણે હાલ સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ છવાયો છે. તંત્ર દ્વારા વાવાઝોડાથી થતા સંભવિત નુકસાન સામે બચવા તાકીદની બેઠકો યોજી લોકોને સત્તર્ક રહેવા જણાવ્યું છે. ત્યારે ડીસામાં ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા લાઉડ સ્પીકર ફેરવી ડીસાની જનતાને વાવાઝોડા અગાઉ અને ત્યારબાદ રાખવા જેવી સાવચેતી અંગે એલર્ટ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વાવાઝોડાના માહોલ વચ્ચે ઘરના તમામ બારી - બારણાઓ બંધ રાખવા, શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવા, ઝાડ નીચે કે વીજ પોલ નીચે ન ઉભા રહેવા, ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ હાથવગી રાખવા, મોબાઈલ ચાર્જિંગ રાખવા, ઘરમાં ટોર્ચ રાખવા, અફવા ઉપર ધ્યાન ન આપવા તેમજ સરકારી માધ્યમ દ્વારા આવતી સૂચનાઓનો અમલ કરવા સહિત સાવચેતીના પગલાં રાખવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે,