આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક નિયામકની વિડિયો કોન્ફરન્સમાં મળેલ સૂચના અન્વયે સુરેન્દ્રનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સાથે વિડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં સંભવિત બિપરજોય વાવાઝોડાને ધ્યાને લઈ જરૂરી વ્યવસ્થાનું આયોજન કરવા જણાવાયું હતું.આ વીડિયો કોન્ફરન્સમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ વેક્સિન માટે કોલ્ડ બોકસ રેડી રાખવા, જનરેટર અને એમ્બ્યુલન્સમાં પૂરતું ડીઝલ ભરી રાખીને ચાલુ કરી ચેક કરી લેવા, ડ્રેસિંગ મટીરીયલ, એન્ટી એપિડેમિક દવાનો સ્ટોક અને અન્ય દવાનો સ્ટોક પૂરતો રાખવા, પાણીની ટાંકી ભરેલી રાખવા, ઓક્સિજન બોટલ પૂરતા પ્રમાણમાં ભરેલી રાખવા, આશા બહેનો સુધી પ્રાથમિક અને બેઝિક દવાઓ પહોંચાડી દેવા અને નજીકમાં થનાર ( Near EDD) ડીલીવરી સગર્ભા માતાને આઇડેન્ટીફાઈ કરી નજીકના મમતા ઘર / CHC/ PHC સુધી લાવી દાખલ કરવા અને જો દાખલ ના થાય તો યોગ્ય બર્થ માઇક્રોપ્લાનિંગ કરી રાખવા બાબતે જરૂરી સૂચના માર્ગદર્શન આપ્યા હતા. વધુમા તમામ આરોગ્ય કર્મચારીઓને હેડક્વાર્ટર રહી ફરજ બજાવવા, પોતાના કાર્યક્ષેત્રનું સર્વેલન્સ કરી લેવા તેમજ કંટ્રોલ રૂમનાં સતત સંપર્કમાં રહેવા પણ જણાવાયું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખેડબ્રહ્મા ફાયર વિભાગની ટીમ દ્વારા કાંકર બોરા ગામે રેસ્ક્યુ કરી કુવા માંથીમૃત્યુદેહ બહાર કાઢ્યો
ખેડબ્રહ્મા ફાયર વિભાગની ટીમ દ્વારા કાંકરબોરા ગામે રેસ્ક્યુ કરી કૂવામાંથી મૃત્યુદેહ...
આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં દર્દીના શરીરમાંથી 35 થી પણ વધુ ગાંઠ કાઢવામાં આવી...
એક વર્ષથી પીડાતા દર્દીને મળી રાહત...
જસદણ તાલુકાના આટકોટ માં આવેલ કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 50 વર્ષો મહિલા છેલ્લા...
ડીસા ના સાંઈબાબા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ચેસ ટુર્નામેન્ટ યોજાઈ
ડીસા શહેર માં આવેલ સાંઈબાબા સ્પોર્ટ્સ ક્લબ ખાતે વર્ષ દરમિયાન અનેક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં...
અમદાવાદમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વધ્યો, એએમસીએ લીધેલા 10,866 પાણીના સેમ્પલમાંથી જાણો કેટલા થયા ફેલ
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે ત્યારે દૂષિત પાણી પીવાના કારણે રોગચાળો પણ વધી રહ્યો છે....
DEESA/ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી તરીકે ઈશુદાન ગઢવીના નામની જાહેરાત કરાઈ
DEESA/ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી તરીકે ઈશુદાન ગઢવીના નામની જાહેરાત કરાઈ