બનાસકાંઠાના ડીસા ખાતે વધુ એક પાડોશી પર હુમલા ની ઘટના સામે આવી
બનાસકાંઠા જિલ્લા હુમલા ના કેશ વધુ જોવા મળતા હોય છે ત્યારે આજે ફરીથી ડીસામાં ભોપાનગર વિસ્તારમાં રસ્તા પર ગાડી મુકવા બાબતે પડોશીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પડોશીએ ટોળું બોલાવી ધોકા, ધારિયાવડે હુમલો કરતા એક શખ્સને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ડીસાના ભોપાનગર વિસ્તારમાં રહેતા કાળુભાઈ માજીરાણા છોટાહાથી ગાડીમાં ફેરીઓ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેઓ દરરોજ સાંજે તેમની છોટાહાથી ગાડી ઘરની આગળ પાર્ક કરતા હતા. ગાડી પાર્ક કરવા બાબતે અવારનવાર પડોશી સાથે બોલાચાલી થતી હતી. તે દરમિયાન ઉશ્કેરાયેલા પડોશીએ તેના સાગરીતો બોલાવી કાળુભાઈ પર ધારિયા અને ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં કાળુભાઈને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
અચાનક ટોળાએ હુમલો કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જ્યારે કાળુભાઈનો પરિવાર પણ ઘરની બહાર આવી જોતા કાળુભાઈ લોહીલુહાણ હાલતમાં હતા. જેથી તેઓએ તાત્કાલિક 108 એમબ્યુલેન્સ વાન ને જાણ કરતા તાત્કાલિક 108 ધટના સ્થળે આવી ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ સમગ્ર ઘટના અંગે શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.
અહેવાલ અમૃત માળી ડીસા