બિપરજોય વાવાઝોડાને લઇ અમીરગઢ માર્કેટયાર્ડ એલર્ટ બન્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન અને વરસાદ થવાની શક્યતાઓને લઇ અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ માર્કિટ યાડ દ્વારા ખેડૂતો ને સતર્ક રહેવા અપીલ કરી છે. જેમાં વાવાજોડું વરસાદ થી ખેત ઉત્પાદન કોઈ પણ પ્રકારે નુકસાન ન થાઈ તકેદારી રાખવા જાણ કરી છે.
ઈકબાલગઢ ઘી ખેતીવાડી બજાર સમિતિ દ્વારા ખેડૂતો ને વાવાઝોડા અને વરસાદ પડવા અંગેની આગાહી બાબતે જાહે૨ સૂચના આથી માર્કેટયાર્ડના તમામ વેપારી મિત્રો તથા તાલુકા વિસ્તારના તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે સ૨કા૨ ની સૂચના એવમ હવામાન વિભાગની આગાહી અનુસાર તારીખ 12 જૂન 2023 થી તારીખ 16 જૂન 2023 દરમ્યાન વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વ૨સાદ પડવાની શક્યતાઓ હોઈ વેપા૨ી મિત્રોએ માર્કેટયાર્ડમાં ખુલ્લા ચોગાનમાં રાખેલ માલને વાવાઝોડા એવમ વ૨સાદથી નુકશાન ન થાય તે રીતે મુકવા સંગ્રહીત ક૨વા તેમજ માર્કેટયાર્ડમાં ખેત ઉત્પન્ન વેચાણ અર્થે આવતા ખેડૂત મિત્રોએ પોતાનું ખેત ઉત્પન્ન ઢાંકીને લાવવું તેમજ ખેત૨ માં ખેત ઉત્પન્નને યોગ્ય સુરક્ષિત જગ્યાએ મુકવા રાખવા જેથી કરીને વાવાઝોડા એવમ વ૨સાદથી માલ ખેત ઉત્પન્નનું કોઈ પણ પ્રકારે નુકશાન ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા જાણ ક૨વામાં આવી છે.