લીંબડી તાલુકાના રાણાગઢ ગામે રસ્તા પર પાણી ફેંકવા બાબતે મારામારી થતાં એક મહિલાને ઈજા પહોંચી હતી. ઈજા ગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. રાણાગઢ ગામે રહેતાં સતુબેન ઉર્ફે સાંતુબેન મહોબતભાઈ ભુવાત્રા એ પાણશીણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે તેઓ તેમનાં ઘર ની બાજુમાં રસ્તા પર પાણી ફેંકવા માટે બહાર નીકળ્યા હતા. તે સમયે તેમની બાજુમાં રહેતાં સવિતાબેન મેર, ચીકુબેન મેર, મંગાભાઈ મેર, અને બુટા ભાઈ મેર ચારેય આવીને પાણી ફેંકવા બાબતે બોલાચાલી કરી ગાળો દેવા લાગ્યા હતા. જેથી ગાળો બોલવાની ના પાડતાં ચારેય ઉશ્કેરાઈને લાકડી અને લોખંડના સળિયા વડે સાંતુબેન ઉપર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છુટયા હતા. જ્યારે સાંતુબેનને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. આ બનાવન અંગે પાણશીણા પોલીસે મહિલા સહિત ચારેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.