વડોદરા : વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતી વખતે એક મહિલાનો પગ લપસી જતાં તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી જો કે આ સમયે ત્યાં ફરજ પર હાજર મહિલા કોન્સ્ટેબલે દોડી જઈને મહિલાને ખેંચી લઈને તેનો જીવ બચાવ્યો હતો આ સમગ્ર ઘટના પ્લેટફોર્મના CCTVમાં કેદ થઈ ગઈ હતી
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વડોદરા રેલવે સ્ટેશન પર સાંજના સમયે પ્લેટફોર્મ નંબર-6 પરથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન ધીમે-ધીમે આગળ જઈ રહી હતી આ સમયે એક મહિલા ચાલુ ટ્રેનમાં ચડવા જતાં તેનો પગ લપસ્યો હતો આથી મહિલા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગઈ હતી મહિલાએ બૂમો પાડતાં પ્લેટફોર્મ પર ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કિરણ પટેલ સહિત અન્ય મુસાફરો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ મહિલાને બહાર કાઢી હતી
આ રીતે મહિલા કૉન્સ્ટેબલની સમય સૂચકતાએ રેલવે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાયેલી મહિલાનો જીવ બચાવ્યો છે હાલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે