ડીસા શહેરમાં આવતીકાલે રવિવારે UGVCLનું શટ ડાઉન છે. સમારકામ માટે દિવસભર વીજ પુરવઠો બંધ રહેવાની જાહેરાત કરાઈ છે. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીથી હેરાન થતા લોકો અત્યારથી જ ચિંતાતુર બની ગયા છે.

15 જૂનથી વિધિવત રીતે ડીસા સહિત ગુજરાતભરમાં ચોમાસાની શરૂઆત થઈ જાય છે. ત્યારે UGVCL દ્વારા પણ પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરાઇ છે અને આવતીકાલે UGVCL એ શટ ડાઉન આપી પ્રિ-મોનસુનની કામગીરી કરવાની હોવાથી દિવસભર શહેરમાં વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. UGVCLની જાહેરાત થતાં જ શહેરીજનો અત્યારથી જ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.

અત્યારે ડીસામાં કાળઝાળ ગરમી ચાલી રહી છે. ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ રહે છે અને દિવસ ભર બફારાના કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. તેવામાં વિજકાપની વાત સાંભળતા જ લોકો ટેન્શનમાં આવી ગયા છે અને UGVCLના કર્મચારીઓ દ્વારા ઝડપથી સમારકામની કામગીરી પૂર્ણ કરી વીજ પુરવઠો વહેલી તકે શરૂ કરે તેવી લોકોની માંગ છે.

ટાઈમ સવારે ૮-૦૦ થી સાંજે ૪-૦૦ સુધી વીજકાપનો સમય ફાળવ્યો છે. જો કે, સમારકામ પૂર્ણ થયા પછી વીજ પુરવઠો ચાલુ કરશે