ભરૂચ જિલ્લા ના ઝઘડીયા તાલુકાના ડભાલ ગામે એક કોતરમાં ખેડુતને મગર નજરે પડતા ખેડૂત દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, વનવિભાગ દ્વારા સેવ એનિમલ ટીમનો સંપર્ક કરી જાણ કરવામાં આવી હતી ત્યારબાદ સેવ એનિમલ ટીમના સભ્યોએ વન વિભાગના માર્ગદર્શન હેઠળ ઝઘડિયા તાલુકાના ડભાલ ગામે પહોંચીને કોતરમાં મગરને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરી હતી, ટીમના સભ્યો દ્વારા ભારે જહેમત બાદ ઘડીયાલ પ્રજાતિના મહાકાય મગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી, સેવ એનિમલ ટીમના કમલેશ વસાવા અને તેઓની ટીમ દ્વારા અંદાજે ૭ ફુટના મહાકાય મગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેતાં ગ્રામજનોએ તેમજ ખેડુતોએ હાશકારો અનુભવ્યો હતો  આ મહાકાય મગરને રેસ્ક્યુ કરી ઉમલ્લા વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો આ મગર ને ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડી મુકવામાં આવશે તેમ જણાવ્યું હતું..

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं