બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ના નવા ગામ ખાતે ગોગા મહારાજ ની તિથિ ની ઉજવણી કરવામાં આવી હતી.તા. ૮/૬/૨૩ ને પાંચમ દિવસે તિથિ દિન ની ઉજવણી કરવામાં આવી હતી.દિયોદર ના નવા મુકામે રહેતા પટેલ લાલજીભાઈ વીરાભાઈ,પટેલ પૂજાભાઈ વીરાભાઈ, વજાભાઈ વીરાભાઈ પટેલ ના ખેતરમાં ગોગા મહારાજની તિથિ દિન ઉજવણી કરવામાં આવી.જેમાં હોમ હવન પૂજન તેમજ શ્રદ્ધા ને આસ્થા ના સાદ સાંભળવા મળ્યા હતા. આ પ્રસંગે જેમાં દેસાઈ શ્રી મલાભાઈ,પટેલ ઉમેદભાઈ,પટેલ સવાભાઈ, પટેલ રગનાથભાઈ વગેરે વડીલો ઉપસ્થિત રહ્યા હતા. સૌ ગોગા મહારાજ ના ભક્તો એ ગોગા મહારાજ ની ભક્તિ કરી હતી. તેમજ ગોગા મહારાજ નો પ્રસાદ લીધો હતો...