ડીસા (મેરૂજી પ્રજાપતિ)

આજરોજતા.૬/૬/૨૩ ના રોજબપોરે એક વાગ્યાના સુમારે ડીસા-લાખણી હાઇવે ઉપર આવેલ ગોઢા રેલ્વે ફાટક ઉપર એક યુવકે રેલ્વે ગાડી નીચે પડતું મૂકી ગાડીનીચે કપાઈ મરણ પામતા ચકચાર ફેલાઈ જવા પામેલ.આજરોજ બપોરે ડીસા-થરાદ ઉપર આવેલ રેલ્વે માર્ગ ઉપર ગાડી આવવાની હોઈ ફાટક બંધ હતી ત્યારે ધાનેરા તરફ થી ભીલડી તરફ માલગાડી પ્રસાર થઈ રહી હતી ત્યારે ગોઢા સાઈડ ઉભેલા એક યુવકે તેના પાસેનો મોબાઈલ નીચે મૂકી નજરે નિહાળી રહેલ લોકો કોઈ કઈ સમજે તે પહેલાં ગાડી નીચે પડતું મૂકી જીવન ટુકાવતા અરેરાટી વ્યાપી જવા પામેલ.મૃતક યુવાન લાખણી તાલુકાના ચિત્રોડા ગામનો ઠાકોર વિક્રમજી બાબુજી ઉ.વ.૨૩ હોવાનું અને અગમ્ય કારણોસર ગાડી નીચે પડતુમુકી મૃત્યુ પામી જીવન ટુંકાવ્યું હોવાનું ચર્ચા સ્પદ બનેલ.