સુરેન્દ્રનગરમાં આવેલા ફ્લેટમાંથી એલસીબીની ટીમે અક્ષય રામકુમાર ડેલુ અને અંકિત વિષ્ણુરામ બિશ્નોઇની સાથે કચ્છના વાકુ ગામના વિક્રમસિંહ જાડેજાને પકડી લીધા હતા. આરોપીઓ પાસેથી રૂ.17.81 લાખનું ડ્રગ્સ મળી આવતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો હતો. અને પોલીસ પણ દોડતી થઇ હતી કારણ કે અંકિત અને અક્ષય એ બંને કુખ્યાત બિશ્નોઇ ગેંગના માણસ હતા. તપાસ કરનાર એસઓજી પીઆઇ એસ.એન.જાડેજા અને ટીમે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓને ભાડે ફ્લેટ ચોકડીના મહાવિરસિંહ સિંધવે મિત્ર મારફતે અપાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.જેમાં મહાવીરસિંહ સિંધ‌ે પોતાના મિત્ર મેરૂ જે ચાની કીટલી ચલાવે છે તેને ફ્લેટ ભાડે લેવાની વાત કરી હતી. જ્યાં મેડિકલમાં અભ્યાસ કરતો રૂચીત પણ આવતો હતો. આથી રૂચીત મેડિકલમાં અભ્યાસ કરતો હોય રહેવા માટે ફ્લેટ ભાડે રાખ્યો હતો. જ્યાં મહાવિરસિંહ સિંધવ પણ આવ્યો હતો. ડ્રગ્સ પણ તે જ લાવ્યો હોવાની આશંકા છે. જ્યારે વિક્રમસિંહ જાડેજા પેરોલ જંપ કરીને દોઢ માસ સુધી કચ્છમાં જુદા જુદા સ્થળે સંતાતો ફરતો હતો.બાદમાં તે ચુડા તાલુકાના કોરડા ગામમાં મિત્રને ત્યા રોકાયો હતો. પરંતુ કોરડામાં માથાકુટ થતા પોલીસની અવર જવર વધી હતી આથી પકડાઇ જવાના ડરથી તે કોરડા મુકીને બિશ્નોઇ ગેંગ સાથે રહેવા માટે આવી ગયો હતો. પોલીસે મહાવિરસિંહ બિશ્નોઇ ગેંગ સાથે કેવી રીતે સંપર્ક થયા આ કેસમાં વધુ કોણ સંડોવાયેલું છે. મહાવીરસિંહની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.