ભારત માં આઝાદી ની ચળવળ જ્યારે ચરમ સીમા એ પહોંચી હતી એક બાજુ સુભાષ ચંદ્ર  બોજ આઝદીની લડત દેશ ભર થી ચલાવતા ત્યારે હિન્દુસ્તાન માં ગાંધીજી ના નેતૃત્વં માં આંદોલન ચાલી રહયા હતા ત્યારે ગાંધીજી એ  8 ઓગષ્ટ 1942 માં કવીટ  ઇન્ડિયા યાને અંગ્રેજો ભારત છોડો નું સૂત્ર આપ્યું હતું। 

અંગેજો હિન્દ છોડો નું સૂત્ર સમગ્ર ભારત માં શહેર ગામડાઓ સુધી પહોંચ્યું હતું અને આઝાદી  આંદોલન તેજ બન્યું હતું પાટણ ની વાત કરીએ તો  તો પાટણ માં પણ આજે 90  વર્ષે  પણ  શહેર ના  એક  બંગલા પર અંગ્રેજો હિન્દ છોડો નું સૂત્ર હયાત છે 

પાટણ શહેર ના શાંતિનાથ ની પોળ નજીક એક ડાયમન્ડ બિલ્ડીંગ આવેલ છે તેની દીવાલ પર આજે પણ અંગ્રેજો હિંદ છોડો નું કાલા અક્ષર થી લખેલ   સૂત્ર  હયાત છે

પાટણ ના શહેરીજનો ને આ અંગે આછેરી માહિતી છે  ત્યારે આજે અનાસાયે આ દીવાલ પર નજર પડી અને  કેમેરા માં આ ઐતિહાસિક લખાણ ની ઘટના કેદ થયેલ જે વાંચવાથી પણ આઝાદી નો  અહેસાશ  થાય છે

1942 ની વાત કરીએ તો આઝાદી ની માંગ બુલંદ બની હતી અને સમગ્ર ભારત આઝાદી ની રંગે રંગાયું હતું ગાંધી બાપુ એ અંગ્રેજો હિંદ છોડો નો નારો આપ્યો અને તેની હાકલ સૌ ભારત વાસીઓ એ ઉઠાવી લીધી ત્યારે પાટણ ની ગલીઓ માં પણ સ્વતંત્ર સંગ્રામ ની આહલેગ જાગી હતી તે સમયે પણ ગલીઓ સડક જાહેર સ્થળો એ દેખાવો થતા હસે તો ગલીએ ગલીએ સૂત્રો લખાય હસે ત્યારે આઝાદી ના લડવૈયા માં થી કોઈ એક નાગરિક એ a દીવાલ પર અંગ્રેજો હિંદ છોડો નું સૂત્ર લખ્યું હસે 9 દાયકા થવા છતાં આ દીવાલ પર કાલા અક્ષર એ લખાયેલ સૂત્ર મોજૂદ છે ડાયમંડ નામનું બિલ્ડીંગ 1936 આસપાસ બની રહ્યું હશે ત્યારે આઝાદી ચરમ શીમાં એ પહોંચી હશે અને અંગ્રેજો હિન્દ છોડો નો નારો ગામ ગામ શહેર સહિત મહોલ્લા પોળો રસ્તા પર પુરા જોશ પૂર્વક બોલતો હશે ત્યારે અંગ્રેજો હિન્દ છોડો ની ચળવળ માટે લખાણો લખાતા હતા ત્યારે આ ભીત પર પણ અંગ્રેજો હિન્દ છોડો લખી ને લોક જાગૃતિ ની આહલેક જગાવી હતી તે ની યાદો આજે પણ 90  વર્ષે મોજુદ છે અને અહીંથી નીકળો ત્યારે આ દીવાલ પર નજર પડે અને લખાણ વાંચીએ ત્યારે આઝાદી ની યાદો તાજી થયા વગર રહેતી નથી