બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ગામમાં આવેલા ઢીમાના મંદિર સંચાલિત ગૌશાળામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જેથી ગૌશાળાની અંદર લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાખ થયો હતો.અચાનક આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સ્થાનિકો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્નો હાથ ધર્યા હતા, જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા થરાદ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ઉનાળામાં આગ લાગવાના અનેક બનાવો સામે આવતા હોઈ છે. આગના કારણે મોટુ નુકસાન પણ થતું હોઈ છે, ત્યારે વાવના ઢીમામાં આવેલા ઢીમણનાગ ગૌશાળામાં અચાનક આગ લાગી હતી. જેને પગલે અફરાંતફરીનો માહોલ સર્જાયો હતો. ગૌશાળાના સેડમાં પડેલો લાખો રૂપિયાનો ઘાસચારોમાં આગે વીકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે, આગ કાબુમાં ન આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી થરાદ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ તો કાબૂમાં આવી ગઈ હતી જોકે, ત્યા સુધીમાં સેડમાં પડેલો લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાખ થયો હતો. ગઈ કાલે ડીસા તાલુકાના ડાવસ ગામે રહેતા ધર્માભાઈ પટેલ બપોરના સમયે અચાનક ખેતરમાં ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગી હતી. બનાવને પગલે ખેડૂત સહિત પરિવારના તમામ સભ્યો બહાર દોડી આવ્યા હતા.
જ્યારે આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી રાહત કામગીરી શરૂ કરી હતી. જોતજોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉનમાં રહેલા ઘાસચાળો બળીને ખાખ થતા ખેડૂતને મોટુ નુકસાન પહોંચ્યું હતું.