આદર્શ હાઇસ્કુલની બાજુમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાતાં હંગામો મચ્યો આવતીકાલે ફરીથી દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરાશે...

ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઠેરઠેર કાચા અને પાકા દબાણોનો રાફડો ફાટયો છે જ્યાં નજર કરો ત્યાં દબાણો નજરે પડી રહ્યા છે જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ માથાનો દુઃખાવા સમાન બની ગઈ છે જ્યારે ડીસા આદર્શ હાઇસ્કુલ ની બાજુમાં રહેણાંક વિસ્તારમાં કેટલાક દબાણદારો દ્વારા ગેરકાયદેસર મકાનો બનાવી રોડની સાઈડમાં દબાણો કરવામાં આવ્યા હતાં જેના પગલે આસપાસના સોસાયટીના રહીશો દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વારંવાર લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી છતાં છતાં પણ દબાણો દૂર ના કરાતાં અરજદારો દ્વારા હાઈકોર્ટના શરણે ગયાં હતાં અને હાઈકોર્ટ દ્વારા દબાણો દૂર કરવાનો હુકમ કરાતાં પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અમુક દબાણો દૂર કરવામાં આવ્યા હતાં અને અમુક મકાનોમાં માલ સમાન પડેલ હોઈ પાલિકા દ્વારા આવતીકાલ સુધી સવછાઈ માલ સામાન બહાર કાઢી લેવાની મુદત આપવામાં આવી હતી અને આવતીકાલે ફરીથી દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી બને સાઈડના 20્.20 ફુટના દબાણો દૂર કરવામાં આવશે અને બાદમાં પાલિકા દ્વારા નવિન રોડ અને ફુટપાથ બનાવાની કામગીરી હાથ ધરવામાં આવશે જ્યારે દબાણો દૂર કરાતાં બેઘર બનેલા લોકો માટે પાલિકા દ્વારા રાજીવ આવાસ યોજનાના મકાનોમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને દબાણદારો રાજીવ આવાસ યોજનાના મકાનોમાં સિફટ થાય તેવું પાલિકા દ્વારા જણાવાયું હતું ઉલ્લેખનીય છેકે 40 વર્ષથી આદર્શ હાઇસ્કુલ ની બાજુમાં વિશ્વશાંતિ સોસાયટી તરફ જતાં માર્ગ પર ગેરકાયદેસર દબાણો થયેલા હોઈ પાલિકા દ્વારા આજે હાઈકોર્ટના આદેશ અનુસાર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી..