દાહોદ જિલ્લા માં આજે વધુ એક હત્યા નો બનાવ સામે આવ્યો જેમાં બાઈક ઉપર જઈ રહેલા દંપતી ને રાત્રિ ના સમયે આંતરી દંપતી ને માર મારી લૂંટ ચલાવી લૂંટારા થયા ફરાર જેમાં મહિલા નું મોત નીપજયું છે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) સમગ્ર ઘટનાક્રમ શંકાસ્પદ જણાતા પોલીસે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી,દાહોદ જિલ્લા માં આજે સતત ચોથા દિવસે પાંચમી હત્યા નો કિસ્સો સામે આવતા સમગ્ર જિલ્લા માં ખળભળાટ માછી ગયો છે પોલીસ થી બેખોફ બની ગુનાખોરી ના કિસ્સા વધતાં જોવા મળી રહ્યા છે આજે લૂંટ વિથ મર્ડર નો કિસ્સો સામે આવ્યો છે જેમાં જેમાં ઝાલોદ તાલુકા ના ધોળાખાખરા ગામનો શૈલેષ ડામોર પત્ની લલિતાબેન સાથે સાળી ને ત્યાથી પરત પોતાના ઘરે બાઇક ઉપર આવી રહ્યા હતા તે દરમિયાન રાત્રિ ના સમયે શૈલેષ એ પોતાના પરિવારજનો ને ફોન થી સપર્ક કરી જણાવ્યુ હતું મોટીમહુડી ખાતે સુમસાન રસ્તા ઉપર અજાણ્યા લૂંટારા ઑ તેમને રોકી બંને પતિ પત્ની ને માર મારી શરીર ઉપર પહેરેલા સોના ચાંદીના દાગીના લૂંટ કરી ફરાર થઈ ગયા છે જેને પગલે તેમના પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પતિ પત્ની ને સારવાર અર્થે લીમડી લઈ ગયા હતા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે દાહોદ ખાતે રિફર કર્યા હતા જ્યાં ડોક્ટરો એ લલિતાબેન ને મૃત જાહેર કરી હતી અને શૈલેષ ને ખાનગી હોસ્પિટલ માં સારવાર હેઠળ ખસેડાયો હતો બનાવ ની જાણ પોલીસ ને થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી, (રચનાત્મક ચિત્ર)

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બનાવ ની ગંભીરતા ને લઈ એલસીબી એસઑજી સહિત ની પોલીસ ટીમો કામે લાગી હતી અને પ્રાથમિક પૂછપરછ માં પોલીસ ને સમગ્ર મામલો શંકાસ્પદ લાગી રહ્યો હતો જેને પગલે જિલ્લા પોલીસ વડા, એલસીબી એસઓજી તેમજ ડોગ સ્કવોડ સહિત ની પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોચી હતી અને ઘટના ની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી જેમાં રોડ ની બાજુ ના ખાડા માં બાઈક પડેલું હતું તેમજ નજીક ના ડુંગર માં ઝાડીઓ વચ્ચે લલિતાબેન ના ચાંદીના અને સોનાના દાગીના ડોગ સ્કવોડે શોધી કાઢ્યા હતા એટ્લે સમગ્ર લૂંટ નો ઘટનાક્રમ શંકા ઉપજાવે તેવો જણાઈ રહ્યો છે હાલ પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી સારવાર લઈ રહેલ શૈલેષ ભાન માં આવે ત્યારપછી વધુ ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.