ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી ને સમયાંતરે નુકસાન જય રહેલ છે. દિવસે ને દિવસે ઉમેદવાર થી નારાજ કાર્યકરો હોદ્દેદારો અને અન્ય દાવેદારો એ આમ આદમી પાર્ટી માં થી રાજીનામું આપીને નારાજગી દેખાડી રહેલા છે ત્યારે ધારી તાલુકા ના સંગઠન માં પાયા ના પથ્થર સમાન આમ આદમી પાર્ટીના સહ સંગઠન મંત્રી પણ પોતાનું રાજીનામું ધરીને અન્ય રાજકીય પાર્ટી ઓમાં અન્ય ઉમેદવાર ના સમર્થન માં મોટુ નુકસાન કરાવી શકે છે. ધારી તાલુકાના અને ૯૪ વિધાનસભા ના સંગઠનમાં પાયલબેન પટેલ, જીતુભાઇ ગજેરા, ઉપેન્દ્ર ભાઈ વાળા અને રમણીકભાઈ બાળધા જેવા પાયાના પથ્થર આગેવાનો એ તન, મન, ધન થી એક સંગઠનનુ માળખુ તૈયાર કરેલ હતુ. પરંતુ ઈમાનદાર ગણાતિ આમ આદમી પાર્ટી એ તમામ દાવેદારો ની અવગણના કરીને ભારતીય જનતા પાર્ટી ને છોડીને આવેલ  કાંતીભાઈ સતાસીયા ને ઉમેદવાર જાહેર કરતાની સાથે સંગઠનમાં મોટુ ભંગાણ પડેલ જેમાં પાયલબેન પટેલે જનતાદળ માં થી ઉમેદવારી નોંધાવેલ, ઉપેન્દ્ર ભાઈ વાળાએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવેલ, જીતુભાઈ ગજેરાએ રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી માં શામેલ થયેલ છે જયારે રમણીકભાઈ બાળધા ઉપેક્ષા ભાઈ વાળાને સમર્થન આપેલ છે ત્યારે ચુંટણીના ગણતરીના દિવસો.બાકી છે ત્યારે ધારી તાલુકા સહ સંગઠન મંત્રી પણ પોતાના હોદ્દાઓ પરથી રાજીનામું આપવા માંગે છે એવુ લોકમુખે ચર્ચાઈ રહેલ છે