હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગામડી નજીકના નેશનલ હાઈવે પરથી શનિવારે પસાર થઈ રહેલી એક કાર આગળ  ગાય આવી જતાં તેને બચાવવા માટે કારના ચાલકે પ્રયાસ કરતા કાર તરત જ પલ્ટી મારી ગઈ હતી. જેના લીધે કારમાં બેઠેલા ચાર પૈકી એકનું ગંભીર ઈજાને અને પ કારણે મોત નિપજ્યુ હતુ. અને બાકીના ત્રણ ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવીલમાં સારવાર માટે મોકલી અપાયા હતા, અને ગાંભોઈ પોલીસે ઘટના સ્થળે જઈ દેવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંભોઈ પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર શનિવારે ગામડી નજીકના નેશનલ હાઈવે ૦૮ પર થઈને જઈ રહેલ કાર નં. જીજે.૧૮.બીક્યુ ૭૧૩૮ આગળ અચાનક ગાય આવી ગઈ હતી. જેથી કારના ચાલકે ગાયને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ચાલક સહીત કારમાં બેઠેલા અન્ય ત્રણ જણા રોડની સાઈડમાં ધડાકાભેર પટકાયા હતા. આ અકસ્માતને કારણે યુવરાજસિંહ અનુપસિંહ મકવાણાનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. ત્યારબાદ આસપાસના વિસ્તારમાંથી દોડી આવેલા માં લોકોએ ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ ધ્વારા હિંમતનગર સિવીલમાં મોકલી આપ્યા હતા. અકસ્માતની ઘટના બાદ ગાંભોઈ પોલીસે આ ઘટના સ્થળે જઈ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે, કારના ચાલક તથા તેમાં બેઠેલા અન્ય ત્રણ જણા શનિવારે રાજસ્થાન તરફ જતાં હતા ત્યારે બનેલા અકસ્માતને કારણે મૃતક તથા ઈજાગ્રસ્તોનાપ રીવારોમાં શોકનું મોજુ ફેલાઈ ગયું હતુ