પ્રાપ્ત માહિતી અનુસાર વાવ તાલુકાના ઢીમા ગામમાં આવેલ ઢીમણનાગ મંદિર સંચાલિત ગૌશાળા ની અંદર આગ લાગતા લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાખ થયો હતો જોકે પ્રાપ્ત માહિતી અનુસાર ઢીમા ની ઢીમણનાગ ગૌશાળા ની અંદર શેડના કામની કામગીરી ચાલી રહી હતી જે દરમિયાન વેલ્ડીંગની કામગીરી ચાલુ હતી તે દરમિયાન અચાનક ઘાસના શેડમાં આગ ભભૂકી ઉડતા મોટાભાગનો ગૌવંશને માટે રાખેલો લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાસ થઈ જવા પામ્યો હતો