(IPC-૩૯૫, ૩૯૭) ના ગુન્હામાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજુલા મુકામેથી પકડી પાડતી રાજુલા સર્વેલન્સ ટીમ
રાજુલા પોલીસ સ્ટેશ પોલીસ ટીમ ને મળેલ બાતમી હકીકત રાહે બાબરા પો.સ્ટે.ના ફર્સ્ટ ગુ.ર.નં.૦૧૧૫/૨૦૦૯ ઇ.પી.કો. કલમ-૩૯૫, ૩૯૭, ૩૪૧, ૩૪ મુજબના ગુન્હાના કામે પકડવાનો બાકી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતાં આરોપીને રાજુલા મુકામેથી શોધી કાઢી આગળની કાર્યવાહી કરવાં સારૂ બાબરા પો.સ્ટે.ને સોપી આપેલ છે.
ગુન્હાની ટુંક વિગત
સને ૨૦૦૯ માં બાબરા તાલુકાના ઘુઘરાળા ગામથી વાવડી ગામ જવાના રસ્તે આવેલ ખોડીયાર મંદિરના મહંત ઉપર,
કોઇ અજાણ્યા છ ઇસમોએ બુકાની બાંધી કોદાળી, ધારીયા જેવાં મારક હથિયારોથી,
માથામાં તથા હાથમાં ગંભીર ઇજા કરી લુંટ અને ધાડનો ચકચારી બનાવ બનેલ જે બાબતે બાબરા પો.સ્ટેમાં લુંટ,ધાડનો ગુન્હો નોંધાયેલ હતો.
જે ગુન્હાની તપાસ દરમ્યાન પાંચ આરોપીઓને અટક કરેલ હતા.તેમજ મજકુર આરોપી છેલ્લા ૧૪ વષૅથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો.
પકડાયેલ આરોપીની વિગત-
સુરમલ ફુલભાઇ ઉર્ફે કરણા ડામોર (ડાંગરા) ઉ.વ.૩૯ ધંધો મજુરી રહે.ગાંગરડા, કાચલા ફળીયુ તા.ગરબાડા જી.દાહોદ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-
રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. જે.એન.પરમાર તથા સર્વેલન્સ સ્કોર્ડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. જયેન્દ્રભાઇ સુરગભાઇ બસીયા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ રાજુભા ગોહિલ દ્રારા કરવામાં આવેલ છે
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.