5 મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે અંબાજી ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે 'વન-કવચ'નું લોકાર્પણ કરાશે. આ વન-કવચમાં ૨ હેક્ટર વિસ્તારમાં આ વર્ષે ૨૦ હજારથી વધુ રોપાનું મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરાયું છે. જેમાં વડ,પીપળ, અર્જુન સાદડ સહિતના ૫૭ જાતના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. 

આ વન-કવચની મુલાકાત અંબાજી ખાતે દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે કાયમી સંભારણું બની રહેશે.  

અંબાજી ખાતને આ મિયાવાકી પદ્ધતિથી વન કવચ વાવેતર ઉભી કરવામાં આવ્યું છે જેમાં 57 જાતના અલગ અલગ 20 હજારથી વધુ રોપાઓનું વાવેતર કરેલ છે. આ ઉપરાંત મેડિશનલ પ્લાન્ટ, ફળાઉ રોપાઓ, ફ્લાવરીંગ સ્પીશીશ પણ સમાવેશ કરેલી છે. આ બે હેક્ટર જમીનમાં મિયાવાકી પદ્ધતિથી ઉભું કરેલું વન એ અંબાજી ખાતે સારું એવું મુલાકાતનું સ્થળ બની રહેશે.