બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એમને પાકી બાતમી મળી હતી કે, બજાણા ગામે જોખમપરા વિસ્તારમાં રહેતા રિયાઝખાન અબ્દુલખાન મલેક પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલી જાહેર જગ્યામાં જુગારધામ ચલાવી રહ્યો છે. જે બાતમીના આધારે બજાણા પીએસઆઇ સહિતની પોલીસ ટીમેં અચાનક જુગાર અંગેનો દરોડો પાડ્યો હતો.જેમાં બજાણા પોલીસે ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા બાપજીરાજ અમીરખાન મલેક (સવલાસ), રોશનખાન રહેમાનખાન મલેક (પીપળી), અરબાઝખાન અશરફખાન મલેક (બજાણા), મોહસીનખાન ભાણજીખાન મલેક (દેગામ), મોહસીનખાન સવેખાન મલેક (ઝેઝરી), રિયાઝખાન અબ્દુલખાન મલેક (બજાણા), રફીકભાઇ બચુભાઇ સીપાઇ (સવલાસ), રાજુભાઇ કાનાભાઇ કોપણીયા (બજાણા), મંગાભાઇ ભરતભાઇ દાદરેચા (બજાણા) અને નશીબખાન સલુજી મલેક (બજાણા)ને જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડ રૂ. 19,150 અને મોબાઇલ નંગ- 4, કિંમત રૂ. 20,000 મળી કુલ રૂ. 39,150ના મુદામાલ સાથે ઝબ્બે કરી આ દશેય આરોપીઓ વિરુદ્ધ જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બજાણા પોલીસના જુગાર અંગેના આ દરોડામાં પીએસઆઇ એસ.પી.ઝાલા, કે.જી.પારઘી, બી.કે.દેથળીયા, એમ.બી.ડોડીયા, જે.ઝેડ.લેંચીયા સહિતનો બજાણા પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.