ગોધરા નગર પાલિકા સંચાલિત વિવિધ વિસ્તારોમાં આવેલ શોપિંગ સેન્ટરોની 700 દુકાનોના દુકાનદારોને ભાડા વધારા ના નાણાં ભરપાઈ કરોની આપવામાં આવેલ નોટીસો ની સમય મર્યાદાઓ પૂર્ણ થતા આજ બપોર બાદ ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર નો ચાર્જ સંભાળનારા પ્રોબેશનર આઈ.એ.એસ આમોલ આવતે દ્વારા પોલીસ ફોર્સ ના બંદોબસ્ત સાથે શહેરા ભાગોળ સ્થિત પાલિકા શોપિંગ સેન્ટરના દુકાનદારો પાસેથી ભાડા વસૂલવાની કાર્યવાહીઓ હાથ ધરતા 40 દુકાનદારો પૈકી 38 દુકાનદારો એ વધારાના ભાડાની રકમ ભરપાઈ કરી દીધી હતી જ્યારે ભાડાની રકમ ભરપાઈ ન કરનાર બે દુકાનો ને સીલ કરી દેવાની પાલિકા તંત્રની સખ્ત ઝુંબેશના પગલે શહેરના વ્યાપારી આલમમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી.. ગોધરા નગરપાલિકા દ્વારા 2023 માં શોપિંગ સેન્ટર સંચાલિત દુકાનોના અધધધ જેવા ભાડા વધારા સામે દુકાનદારોમાં ભારે ઊભા થયેલા અસંતોષો ના વિરોધને ધ્યાને લઈને ગોધરા નગરપાલિકા સંચાલિત શોપિંગ સેન્ટરોના દુકાનદારો પાસેથી ભાડા વધારવાની આ વસૂલાત કાર્યવાહીમાં વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા વધારાના બે ચીફ ઓફિસરો હાલોલ ના ચીફ ઓફિસર હિરલ ઠાકર અને ડભોઇના ચીફ ઓફિસર જય કિશન તડવીને ગોધરા પાલિકાની ઝુંબેશમાં ખાસ મોકલવામાં આવ્યા હતા એમાં ગોધરા નગરપાલિકાની ભાડા વસુલાત ની શરૂ થયેલી આજની ઝુંબેશમાં 9.55 લાખ રૂપિયાની ભાડાની રકમો ની સ્થળ ઉપર વસૂલાત કરવામાં આવી હતી અને આ ઝુંબેશ પાલિકા શોપિંગ સેન્ટરની 700 દુકાનો સુધી જશે નહી મક્કમતાઓ ગોધરા નગરપાલિકાના વહીવટી તંત્રએ વ્યક્ત કરતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે..

હાલોલ ચીફ ઓફિસર જણાવ્યું હતું કે ગોધરા નગરપાલિકા દ્વારા જુલાઈ 2023 ભાડા વધારા કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો,જેને પગલે ગોધરા નગરપાલિકા ના શોપિંગ સેન્ટર સંચાલકો દ્વારા ભાડા ભરવામાં આવતા ન હતા.જેના કારણે નગરપાલિકાની આર્થિક પરસ્થિતિ કથડાઈ ગઈ હતી અને જેના કારણે સફાઈ કામદારો સહિત તમામ કર્મચારીઓના પગાર અને પેન્શન કરવામાં પણ તકલીફ પડી રહી હતી. જેના કારણે નવ નિયુક્ત આઈ એ એસ ઇન્ચાર્જ ચીફ ઓફિસર આમોલ આવટે દ્વારા આજરોજ હાલોલ,અને ડભોઇ ચીફ ઓફિસર અને ગોધરા પોલીસ પ્રસાશન ને સાથે રાખી ગોધરાના શહેરા ભાગોળ પેટ્રોલ પંપ ની સામે આવેલી નગરપાલિકા સંચાલિત 40 જેટલી શોપિંગ સેન્ટરની દુકાનો ઉપર ડ્રાઇવ ચલાવવામાં આવી હતી જેમાંથી બે દુકાનોને સીલ કરવામાં આવી હતી અને 38 જેટલી શોપિંગ સેન્ટર દુકાનના વેપારીઓ પાસે સ્થળ ઉપર બાકી વેરાની વસૂલાત કરવામાં આવી હતી.જેમાંથી 36 જેટલા શોપિંગ સેન્ટર દુકાનના વેપારીઓ પાસેથી 9,30220 રૂપિયા ની વસૂલાત કરવામાં આવી હતી