શિયાળબેટની મહિલાની દરિયાકાંઠે રસ્તા પર ૧૦૮ ની ટીમે ફોન પર વાત કરી ડોકટરની મદદ લઇ બાળકનો જન્મ કરાવ્યો.શિયાળબેટની એક મહિલાને પ્રસુતિ માટે બોટમા સામાકાંઠે લવાઇ હતી.પરંતુ કાંઠા પર પહોંચતા જ ૧૦૮ ની ટીમને આ મહિલાની રસ્તા પર જ પ્રસુતિ કરાવવી પડી હતી. જાફરાબાદના શિયાળબેટ પરથી દર્દીઓને હોસ્પિટલે ખસેડવા હોય તો સૌપ્રથમબોટ મારફત સામાકાંઠે લવાયા બાદ એમ્બ્યુલન્સ કે અન્ય વાહનની મદદથી હોસ્પિટલે લઈ જઈ શકાય છે.ગઇકાલે ૧૦૮ ની ટીમને પ્રસુતિનો એક આવો જ કેસ મળ્યો હતો.શિયાળબેટની મહિલાને પ્રસુતિનો સમય નજીક આવી ગયો હોય હોડી મારફત પીપાવાવ પોર્ટ તરફના કાંઠે લવાઇ હતી.જયાં પીપાવાવની ૧૦૮ એમ્બ્યુલન્સ હાજર હતી.જો કે પ્રસુતિની પીડા વધુ હોવાથી એમ્બ્યુલન્સને રસ્તાના કાંઠે જ ઉભી રાખી પ્રસુતિ કરાવવાનો નિર્ણય કરાયો હતો.ફરજ પરના કર્મચારી ઇ.એમ.ટી રાણા બાંભણીયા અને પાયલોટ પ્રશાંત જોષીએ ટેલીફોન પર ડો.જીતેન્દ્ર અને ડો.રવિ સાથે વાત કરી માર્ગદર્શન મેળવી રસ્તા પર જ પ્રસુતિ કરાવી હતી.બાદમા આ પ્રસુતા બહેન ને રાજુલા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવિયા હતા. રીપોર્ટર.ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.