ભાભર તાલુકાના મીઠા ગામના પરીણિત યુવક અને યુવતીએ ઘરેથી નીકળી દિયોદરના નોખા નર્મદા કેનાલમાં બુધવારે ઝંપલાવી આપઘાત કર્યો છે. જેથી તરવૈયાની મદદ લઈ બન્ને લાશો બહાર નીકાળી પીએમ અર્થે દિયોદરમાં ખસેડવામાં આવી હતી.આ અંગે ફરિયાદ નોંધાઈ હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
દિયોદર તાલુકાના નોખા નર્મદા કેનાલમાં બુધવારે યુવક-યુવતીએ ઝંપલાવ્યું હોવાનું જાણવા મળતાં લોકોના ટોળાં કેનાલ પર એકઠા થયા હતા. જેમાં સ્થાનિક તરવૈયાની મદદ લઈ બન્ને લાશને બહાર કઢાઈ હતી. જેમાં તપાસ દરમિયાન મરનાર ભાભર તાલુકાના મીઠા ગામના રેખાબેન ઠાકોર અને વિષ્ણુભાઈ ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું.
આ બનાવની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો પણ કેનાલ ઉપર દોડી આવ્યા હતા. જેમાં આ બાબતની જાણ દિયોદર પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી બન્ને મૃતદેહને પીએમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે દિયોદર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે, મૃતક મીઠા ગામનો વિષ્ણુજી ઠાકોર અને યુવતી મીઠા ગામની દિકરી રેખાબેન મુલકપુર ગામે પરણાવેલી હતી. ત્યારે મૃતક યુવક વિષ્ણુભાઈ ઠાકોર ચાર સંતાનોના પિતા છે. જ્યારે મૃતક રેખાબેન ઠાકોર એક દિકરીની માતા હતા.