ગૌતમ પરમાર , પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ દાખલ થતા ગુનાઓમાં તાત્કાલીક આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય,

જે સુચના અન્વયે હિંમકરસિંહ પોલીસ અધિક્ષક અમરેલી નાઓ દ્રારા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી ની જરૂરી સુચના અને માર્ગદર્શન તળે,

  પી.બી.લક્કડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા,

 અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ સગીર વયની બાળાનાં અપહરણનાં ગુન્હાનાં આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે .

!!! દાખલ થયેલ ગુનાની વિગત !!!

અમરેલી રૂરલ પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૪૨૨૦૯૦૦ / ૨૦૨૨ IPC કલમ- ૩૬૩,૩૬૬ તથા પોક્સો એક્ટની કલમ -૧૮ મુજબ,

!!! પકડાયેલ આરોપી !!!

જયેશભાઇ સ /ઓ. છગનભાઇ સોમાભાઇ દાફડા ( અનુ.જાતિ ) ઉ.વ .૨૪ , ધંધો. મજુરી, રહે.અમરેલી, ચક્કરગઢ રોઢ , બાયપાસ પાસે , આંબેડકરનગર , મન સીટીની સામે , તા.જિ.અમરેલી,

!!!!! ગુનાની વિગત !!!!!

 આ કામના આરોપીએ ફરીયાદીની દિકરી સગીર વયની હોવાનું જણાવા છતા તેણીને લગ્ન કરવાની લાલચ આપી,

બદ કામ કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરનાં વાલી પણામાંથી અપહરણ કરી લઇ ગયા વિ.બાબત,

આ કામગીરીમાં અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.બી.લક્કડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ની પોલીસ ટીમ જોડાયેલ હતી .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.