કિડનીના દર્દીઓને ડાયાલિસીસની સારવાર ઘરઆંગણે હવે અમદાવાદ ,મહેસાણાના ધક્કા નહી ખાવા પડે.

લાખણી (મેરૂજી પ્રજાપતિ) 

દેશના લોકો માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આયુષ્યમાન કાર્ડ યોજના ખૂબજ ઉપયોગી સાબિત થઈ રહી છે. આજે તા. 02/06/2023 ને શુક્રવાર રોજ સામૂહિક આરોગ્ય લાખણી ખાતે જીડીપી સંચાલિત તથા આઈકેડીઆરસી દ્વારા હેમોડાયાલયસિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.જે કિડનીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરાવાર થશે. લાખણી ખાતે કાર્યરત કરાયેલ નિ:શુલ્ક આયુષ્યમાન કાર્ડ અંતર્ગત નિ:શુલ્ક કિડનીના દર્દીઓને હેમોડાયાલયસીસની સારવારનો લાભ મળશે. હવે તેમને હેમોડાયાલયસિસ માટે અમદાવાદ કે મહેસાણા જવું પડશે નહિ .સેન્ટરના શુંભારભ પ્રસંગે સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધીક્ષક ડો. ભરતસિંહ વાઘેલા દ્વારા હેમોડાયાલયસિસ માટે આવેલ દર્દીની જરૂરી તપાસ કરી દર્દીનું હેમોડાયાલયસિસ પણ આજ રોજ કરવામાં આવેલ.સેન્ટરના શુંભારભ પ્રસગે ડો. સાક્ષી શર્મા, ડો. રાજેન્દ્ર ચૌધરી તેમજ ડૉ. રૌફ પરસાની તથા ઇન્ચાર્જ ટેકનીશ્યન શુંભમ દવે ,હિતેશભાઈ પટેલ તથા તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હાજર રહેલ.આ સુવિધાથી દર્દીઓને ડાયાલિસીસની સારવારનો ઘર આંગણે લાભ મળશે .જેથી લાખણી વાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે.