દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ કંસેરી માતાની પૂજાનું આયોજન ખૂબ જ શ્રદ્ધા પૂર્વક કરતા આવ્યા છે કંસેરી માતા તેમજ માનતા અનુસાર કેટલાક ગામોમાં આદિવાસીઓની ખાસ એવી માવલીની પણ પૂજા કરવામાં આવે છે લોકો ખૂબ જ ભક્તિભાવ પૂર્વક આ પૂજા કરે છે આદિવાસી પરિવાર કંઈ પણ નવું કામ કરતા પહેલા અથવા તો નવું અનાજ પાકયાની ખુશીમાં કે પછી પોતાની શ્રદ્ધા અનુસાર કંસેરીની પૂજા કરે છે આદિવાસીઓ દિવાળી પહેલા તેમજ દિવાળી બાદ નવા ખાધની લણણી બાદ ખાધનો ઉપયોગ કરતા પહેલા કંસેરી માતાની પૂજા કરે છે કંસેરી માતાને આ ધાન્ય ચઢાવવામાં આવે છે અને ત્યાર પછી આદિવાસીઓ આ અનાજનો ઉપયોગ કરે છે આ લણેલા અનાજને આદિવાસીઓ કંસેરી માતાની સાથે માવલી માતાને પણ ચઢાવે છે આજના આધુનિક સમયે પણ આ પૂજા દક્ષિણ ગુજરાતના અલગ અલગ ગામોમાં રાખવામાં આવી રહી છે આદિવાસી લોક પરંપરાના જાણકાર ભગતો દ્વારા કંસેરીની પૂજા વિધિ સાથે રાતભર પરંપરાગત રીતે કંસેરી કથા સંગીતમય રીતે ઘાંઘળી વાદ્ય સાથે ગવાઈ હતી ગામના શ્રધ્ધાળુઓએ પેઢીઓથી મૌખિક પરંપરામાં ચાલી આવતી કથાનો આસ્વાદ માણ્યો હતો