બનાસકાંઠામાં ડીસા-ધાનેરા રોડ પર ગુરૂવારે ગોજારો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં સી.સી.ટી.વી. કેમેરામાં દેખાયા મુજબ બોલેરો ચાલકે ટક્કર મારતાં બાઇક ચાલક ટેન્કરના પાછળના ટાયરમાં ઘૂસી જતાં કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આ અંગેની વિગત એવી છે કે, ડીસા-ધાનેરા રોડ પર આવેલા કંસારી ગામ પાસે અકસ્માતની ઘટના સર્જાઇ છે. હાઇવે પરથી પસાર થઇ રહેલા એક બાઇકને બોલેરોના ચાલકે અડફેટે લઇને ટક્કર મારતાં બાઇક ચાલક રોડ પર ઢસડી પડ્યો હતો. તે દરમિયાન સામેથી આવી રહેલા એક ડમ્પર નીચે બાઇક ચાલક આવી જતાં ચાલકનું ડમ્પરના ટાયર નીચે ચગદાઇ જવાથી કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી.

આ બનાવની જાણ થતાં જ આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી. પેટ્રોલ પંપ પર કામ કરતાં અને દામા ગામના યુવક અનિલ ઠાકોરનું અકસ્માતમાં મોત થતાં અરેરાટી ફેલાઇ હતી. આ સમગ્ર અકસ્માતના ઘટનાના સી.સી.ટી.વી. કેમેરામાં પણ વાયરલ થયા છે.