દેડયાપાડા ના વાડવા ગામે ગમે તેમ ગાળો બોલી જાન થિ મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના વાડવા ગામે નદી ફળિયામાં રહેતા આ કામના ફરિયાદી રવિદાસ ભાઈ અર્જુનભાઈ વસાવા પોતાની ફોરવીલ ગાડી નંબર GJ 22 H 9897 નંબરની ગાડી લઈને જતા હોય દરમિયાન આ કામના આરોપી સામસિંગભાઈ નગરીયાભાઈ વસાવા તથા વીરસીંગભાઇ નગરિયાભાઈ વસાવા ફરિયાદી ના ઘરના આગળ આવી હાથમાં પથ્થર લઈ બંને આરોપીઓએ ફરિયાદીને મા બહેન સમાન ગાળો બોલી જણાવેલ કે તું આ રસ્તે ફરીથી આવ તને અમે જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી એકબીજાની મદદગારી કરતા આ કામના ફરિયાદી રવિદાસભાઈ અર્જુનભાઈ વસાવા એ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

સદર ઘટનાની જાણ ડેડીયાપાડા પોલીસ ને થતા ડેડીયાપાડા પોલીસે આરોપી (1) સામસિંગભાઈ નગરીયાભાઈ વસાવા તથા (2) વીરસીંગભાઇ નગરીયાભાઈ વસાવા વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.....