કરેલી ગામે મહિલાનું ઘર તોડી નાખી મહિલાને ગમે તેમ ગાળો બોલી જાન થિ મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના કારેલી ગામે આ કામના ફરિયાદી શારદાબેન રણછોડભાઈ બારીયા પોતાના ઘરે હાજર હોય તે દરમિયાન આ કામના ચારે આરોપીઓ ફરિયાદી બહેન ના ઘર નજીક આવી ફરિયાદી બહેને ને ગમે તેમ ગાળો બોલી જણાવેલ કે પંચાયતની જગ્યામાં તમે ઘર બનાવી દીધું છે તમારું ઘર તોડી નાખવા માટે આવેલા છે તેમ કહેતા આ કામના ફરિયાદી બહેને જણાવેલ કે આ જગ્યા દરિયાબેન છોટાભાઈ બારીયા પાસેથી વેચાણ કરાર તરીકે લીધેલી છે એટલે મેં આ જગ્યામાં ઘર બનાવેલ છે

તેમ કહેતા આ કામના ચારે આરોપીઓ એકદમ ઉશકેરાઈ જઈ ફરિયાદી બહેન સાથે ગાળા ગાળી કરી ઘરની આગળની દીવાલ તેમજ પાછળની દીવાલ તોડી નાખી રોપેલાં સિમેન્ટ ના થાંભલા પણ તોડી નાખી અને ઘર ઉપર ના પતરા પણ ઉતારી નાખી તથા ઘરવખરીનો સામાન વેરવિખેર કરી નાખી સાઈડમાં મૂકી દીધેલ અને ફરિયાદી બહેનને ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના બનતા આ કામના ફરિયાદી શારદાબેન રણછોડભાઈ બારીયાએ તિલકવાડા પોલીસ મથકે ચારે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

સદર ઘટનાની જાણ તિલકવાડા પોલીસને થતા તિલકવાડા પોલીસે (1) મગનભાઈ પરસોત્તમભાઈ બારીયા (2) મૂળજીભાઈ બલાભાઇ બારીયા (3) જયંતીભાઈ શંકરભાઈ બારીયા તથા (4) નારણભાઈ દેસાઈ ભાઈ બારીયા ચારે રહે કારેલી નાઓ વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...