*108 ટીમ ની કારકિર્દી ને સલામ*
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ખાતે 108 એમ્બ્યુલન્સ ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે અને 108 માં કોલ આવતાની સાથે તાત્કાલિક સ્થળ પર જઈ લોકોને સારવાર કરવામાં અગ્રેસર રહે છે ત્યારે આજે વાત કરીએ તો ડીસા તાલુકાના રાણપુર વચલા વાસ ખાતે ભાગીયા તરીકે ખેતરમાં કામ કરી રહેલા લાલાભાઇ વાલ્મિકી અને તેમના પત્ની સંગીતાબેન વાલ્મિકી રહેતા હતા તે મૂળ ઝલોટા ના અને હાલ રાણપુર વચલા વાસ ખાતે ખેતર મો ભાગીયા તરીકે રહેતા હતા ત્યારે લાલાભાઇ વાલ્મિકી ની પત્નીસંગીતાબેન ને ડિલિવરીનો દુખાવો થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી અને સવારના પરોઢિયે 4 વાગ્યા ની આસ પાસ ના સમયે મદદ માગી હતી ત્યારે સવારના પરોઢિયે 108 એમ્બ્યુલન્સ ફરજ બજાવતા ઈ.એમ.ટી પ્રવીણ વણોલ અને પાયલોટ મેઘરાજભાઈ પરમાર જણાવેલ સ્થળ પર તાત્કાલિક પહોંચી હતી
તપાસ કરતા જાણવા મળ્યું કે લાલાભાઈ વાલ્મિકી ની પત્નીને ડીલેવરી નો અસહ દુખાવો ઉપડતા તેમને તાત્કાલિક ડીલેવરી ની જરૂર હોય લાલભાઈ ની પત્ની ચાલીને એમ્બ્યુલન્સમાં આવી શકે તેમ ન હોય તેમને તેમના ત્યાં જ સુવડાવી ઈ.એમ.ટી પ્રવીણભાઈ વણોલ તાત્કાલિક અમદાવાદ 108 કોલ સેન્ટર ખાતે ફિઝિશિયન ડૉ પાસે થી જરૂરી માર્ગદર્શન મેળવી સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી બાળકને જન્મ આપ્યો હતો અને મહિલા અને બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવી જરૂરી ટ્રીટમેન્ટ આપી હતી
ત્યારે લાલાભાઇ વાલ્મિકી એ
108 ની કામગીરી ને બિરદાવી હતી
અહેવાલ અમૃત માળી ડીસા