સુરેન્દ્રનગર જીલ્લામાં સઘન પેટ્રોલીંગ કરી ખાસ એકશન પ્લાન હેઠળ પ્રોહી/ જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે મહાવીરસિંહ દિવાનસિંહ પરમાર રહે. ચોટીલા બસ સ્ટેન્ડ સામે, વાળો ચોટીલા જલારામ મંદિરની પાછળના સીમ વિસ્તારમાં આવેલ વનરાજસિંહ ગજરાજસિંહ પરમારના કબ્જા ભોગવટાની વાડી પાસે બાવળના છાંયે જાહેરમાં પોતાના આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી ગંજીપાના વતી તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે.તેવી ચોકકસ હકીકત મેળવી કુલ 7 આરોપીઓને રોકડા રૂા.96,720/- તથા ગંજીપાના નંગ-52 કિં.રૂા. 00-00/- તથા મોબાઈલ ફોન નંગ-5 કિં.રૂા.25,000/- તથા પાથરણુ-1 કિં.રૂા.100/- તથા વેગનઆર ગાડી-1 કિં.રૂા. 3,00,000/- તથા મો.સા.-2 કિં.રૂા.60,000/- મળી કુલ રૂા.4,81,820/-ના મુદામાલ સાથે પકડી પાડેલ હતા. તેમજ જુગારનો અખાડો ચલાવનાર તથા અન્ય બે એમ કુલ-3 ઈસમો રેઈડ દરમ્યાન જતા તમામ મુદામાલ કબજે કરી મજકુર દશેય આરોપીઓ વિરૂધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ઝડપાયેલા આરોપીઓ
વનરાજસિંહ ગજરાજસિંહ પરમાર ઉ.વ.25 રહે.ચોટીલા મસ્જીદ પાસે, કમલેશભાઈ રમેશભાઈ વસવેલીયા ઉ.વ.27 રહે. મુળી ભીંડી પા તા.મુળી, વિજયભાઈ નાગરભાઈ પુરબીયા ઉ.વ.30 રહે. મુળી કોળીવાસ તા. મુળી, ઈન્દ્રજીતસિંહ ઉર્ફે ઈન્દુભા પ્રવિણસિંહ પરમાર ઉ.વ.39 રહે. મુળી નાયાણીપા, જીતેન્દ્રસિંહ ઉર્ફે બકુલસિંહ હેમંતસિંહ પરમાર ઉ.વ.55 રહે. મુળી લીમલી પા તા.મુળી, દક્ષાબેન શાંતીભાઈ ભડાણીયા ઉ.વ.33 રહે. રાજકોટ અક્ષરાતીર્થ, શિવધારા, કોઠારીયા રોડ, માયાબેન રમેશભાઈ બાવળીયા ઉ.45 રહે. રાજકોટ, ચુનારાવાડ, રામાપીરના મંદિર પાસે.
નાસી જનાર આરોપીઓ
જુગારનો અખાડો ચલાવનાર મહાવીરસિંહ દિવાનસિંહ પરમાર રહે. ચોટીલા બસ સ્ટેન્ડ પાસે, તથા જુગાર રમવા આવેલ અજાણ્યા બે ઈસમો.